વાંકાનેરમાં રાતી દેવળી અને ધરમચોક વિસ્તારમાં પોલીસે દરોડા પાડી તીનપત્તિ તથા વર્લીમટકાનો જુગાર રમતા કુલ છ ઇસમોને ઝડપી લીધા છે. બંને સ્થળેથી રોકડ અને જુગાર સાહિત્ય સહિત રૂ.૭,૪૭૦/- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર શહેરમાં સીટી પોલીસ દ્વારા જુગાર અંગે અલગ અલગ બે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દરોડામાં રાતીદેવળી ગામે સરકારી શાળાની પાછળ આવેલા ખારાવાડના ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાનાં વડે નસીબ આધારિત તીનપત્તિનો જુગાર રમતા અલાઉદીનભાઈ વલીભાઈ માણસીયા ઉવ.૬૫, બાવજીભાઈ સીદાભાઈ વોરા ઉવ.૫૨, કિશોરભાઈ હેમતભાઈ વોરા ઉવ.૪૪, પંકજભાઈ રામકૃષ્ણભાઈ કુબાવત ઉવ.૪૫ અને ભરત નવીનભાઈ વોરા ઉવ.૧૯ તમામ રહે. રાતીદેવળી સહિત કુલ પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, તેમની પાસેથી રોકડા રૂ. ૫,૩૬૦/- કબ્જે કરવામાં આવ્યા હતા.
જુગારના બીજા દરોડામાં વાંકાનેર ધરમચોક વિસ્તારમાં એસ.પી. પાનની દુકાન પાસે જાહેર સ્થળે વર્લીમટકાનો જુગાર રમી રમાડતા આરોપી જુનેદ યાકુબભાઇ ભટ્ટી ઉવ-૩૨ રહે.નવાપરા મારૂતી શોરૂમ પાછળ વાંકાનેર વાળો જાહેરમાં વર્લીના આંકડા લખી હારજીતનો જુગાર રમાડતો હતો. દરોડા દરમિયાન તેના પાસેથી વર્લીના આંકડા લખેલા કાગળો, એક બોલપેન અને રોકડા રૂ. ૨,૧૧૦/- કબ્જે કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે









