Sunday, December 14, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેઇડમાં કુલ ૬ શકુની પોલીસ ઝપટે ચડ્યા

મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેઇડમાં કુલ ૬ શકુની પોલીસ ઝપટે ચડ્યા

મોરબીના જુના પીપળી ગામે તથા વાંકાનેરમાં આરબ લતામાં એમ બે સ્થળે જુગારના દરોડામાં કુલ ૬ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે સંબંધિત પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જુના પીપળી ગામે તાલુકા પોલીસે રેઇડ કરતા જ્યાં પાણીની ટાંકી પાસે બાવળની કાંટમાં તીનપત્તિનો જુગાર રમતા પ્રેમજીભાઇ પુજાભાઇ રાઠોડ ઉવ.૬૦ રહે-માનસધામ સોસાયટી પીપળી તા.જી.મોરબી, વિનોદભાઇ મંજીભાઇ ઉભડીયા ઉવ.૪૨ રહે-માનસધામ સોસાયટી પીપળી તા.જી.મોરબી, અમીતભાઇ મનુભાઇ પારધી ઉવ.૩૮ રહે- જુનુ પીપળી તા.જી.મોરબી તથા જયંતીભાઇ પ્રેમજીભાઇ મકવાણા ઉવ.૫૬ રહે-જુનુ પીપળી તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૮,૦૬૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે વાંકાનેર શહેરમાં ખોજ ખાનાવાળી શેરીમાં આરબ લતા વિસ્તારમાં ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની લેતીદેતીનો તીનપત્તિનો જુગાર રમી રહેલ અકબરભાઇ મુસાભાઇ માજોઠી ઉવ-૨૫ રહે.દીવાનપરા ચોક કબ્રસ્તાનની બાજુમા વાંકાનેર તથા તોફીકશા નજીરશા રફાઇ ઉવ-૨૭ રહે.ખોજાખાના શેરી આરબલતો વાંકાનેર વાળાને રંગેહાથ રૂ.૨,૫૦૦/-ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!