Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસ દ્વારા ૬ દિવસીય સ્કૂલ વાહન ચેકીંગ ડ્રાઈવ દરમિયાન કુલ...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ૬ દિવસીય સ્કૂલ વાહન ચેકીંગ ડ્રાઈવ દરમિયાન કુલ ૬૩૦ વાન ચેકીંગ કરાયા

શાળા સંચાલકોને પણ રોડ સેફટી અન્વયે આરટીઓ તથા શિક્ષણાધિકારી કચેરી તરફથી નિયમોની સૂચના અંગે સમજ કરાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ દ્વારા છ દિવસીય “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” ચલાવી ટ્રાફિક નિયમોનું ભંગ કરતા અલગ અલગ વાહન ચાલકોને કુલ ૩૮ હજારનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે સ્કૂલ વાન ચાલકોને અને શાળા સંચાલકોને પણ આરટીઓના અને ટ્રાફિક નિયમો અંગે જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લામાં તા.૦૫ ઓગસ્ટ થી તા.૧૦ ઓગસ્ટ(દિન-૦૬)ની ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/ લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘંન કરતા સ્કુલ વાન વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ ચેકીંગ ઝુંબેશમાં મોરબી આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કામગીરી સાથે જોડાયેલ હતા.

આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન કુલ-૬૩૦ સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા કુલ-૭૩ સ્કુલ વાહન ચાલકોને દંડીત કરી કુલ રૂ-૩૮,૦૦૦/- નો દંડ કરવામાં આવેલ હતો, તથા સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૧૩ સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. ત્યારે સ્કુલ વાન ચાલકોને ટ્રાફિક તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાથે સાથે શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ કરવામાં આવી હતી. વધુમાં આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!