Friday, October 11, 2024
HomeGujaratમોરબી તથા વાંકાનેરમાં તીનપત્તિનો જુગાર રમતા કુલ ૭ જુગારી પોલીસ ઝપટે ચડ્યા

મોરબી તથા વાંકાનેરમાં તીનપત્તિનો જુગાર રમતા કુલ ૭ જુગારી પોલીસ ઝપટે ચડ્યા

મોરબી શહેરના કુબેરનગર તેમજ વાંકાનેર તાલુકાના વરડૂસર ચોકડી ખાતે પોલીસના દરોડામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા કુલ સાત પટ્ટાપ્રેમીઓને પોલીસે ઝડપી લાઇ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના કુબેરનગર-૧ માં જવાના રસ્તે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમી રહેલા મહેશભાઇ બાબુભાઇ ઓગણીયા ઉવ.૨૦ તથા ચંદુભાઇ નાનજીભાઇ કાઠીયા ઉવ.૩૦ બંને રહે. કુબેરનગર શનીદેવના મંદીર પાસે મોરબીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૧૧,૩૦૦/- જપ્ત કરી બંને આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીક દરોડામાં વાંકાનેર તાલુકાના વરડૂસર ગામની ચોકડી પાસે જાહેરમાં ગંજીપત્તાના પત્તા વડે પૈસાની હરજીતનો તીનપત્તિનો જુગાર રમતા રણછોડભાઇ મયાભાઇ ડાભી ઉવ.૫૦, જગદીશભાઇ ધરમશીભાઇ વીંઝવાડીયા ઉવ.૩૦, હઠાભાઇ ઝાલાભાઇ લામકા ઉવ.૫૦ ત્રણેય રહે.વરડુસર તા.વાંકાનેર, પ્રેમજીભાઇ ઉર્ફે પેમાભાઇ અમરશીભાઇ ઝરવરીયા ઉવ.૫૨ રહે.રાજગઢ તા.વાંકાનેર, ગોપાલભાઇ રૂડાભાઇ લાંબરીયા ઉવ.૨૭ રહે.પલાસ તા.વાંકાનેરને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૪,૦૦૦/- કબ્જે લઇ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!