મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ ૭૮ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો .
જેમાં પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા વજેપર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે વજેપર શેરી નંબર ૧૧ માં રેઇડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા ના કબજા ભોગવટા વાળા મકાન માંથી વિદેશી દારૂની ૭૪ બોટલ કી.રૂ.૨૭,૭૫૦/- મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ તમામ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ઉપરાંત આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં મોરબીની નવજીવન સ્કૂલની પાછળના ભાગમાં બગીચા પાસે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે જગ્યા પરથી આરોપી વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરા પાસેથી વિદેશી દારૂની બે બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭૪૦/- ગણી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબીમાં પંચાસર રોડ પર આવેલ ગીતા ઓઇલ મીલ પાસે આશાપુરા શોપિંગ બહુચર પામ પાસે રેઇડ કરવામાં આવી હતી ત્યારે પોલીસને જગ્યા પરથી આરોપી માવજીભાઈ કાનાભાઈ કણઝારિયા વિદેશી દારૂની બોટલો નંગ -૨ કી.રૂ ૧૦૨૦/- સાથે મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.