મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી જેથી ગઇકાલે સુધી માં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર કુલ ૮૦ ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા જેમના ૩૧ જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને ૪૯ જેટલા ઉમેદવારો હજુ મક્કમ ઇરાદા સાથે ચુંટણી જંગમાં ઊભા છે.
જેમાં મોરબી માળિયા બેઠક પર ૩૬,ટંકારા પડધરી બેઠક પર ૧૮,વાંકાનેર કુવાડવા બેઠક પર ૨૬ મળી કુલ ૮૦ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા બેઠક પર ૧૦,ટંકારા પડધરી બેઠક પર ૧૦ અને વાંકાનેર કુવાડવા બેઠક પર ૦૭ ફોર્મ અલગ અલગ કારણોસર રદ કરવામાં આવ્યા છે.
જેથી હવે અલગ અલગ પક્ષોના મોરબી માળિયા બેઠક પર ૨૬,ટંકારા પડધરી બેઠક પર ૦૮ અને વાંકાનેર કુવાડવા બેઠક પર ૧૯ મહારથીઓ હજુ સુધી ચુંટણી લડવાના ઇરાદા સાથે મક્કમતાપુવક ઊભા છે ત્યારે હજુ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ /૧૧/૨૦૨૨ હોય જેથી હજુ પણ ઉપરોક્ત ૪૯ ઉમેદવારો માંથી કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે ત્યારે ૧૭ તારીખ બાદ જ સ્પષ્ટ જાણવા મળશે કે આગામી વિધાનસભાની ચુંટણીમાં કેટલા ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે .