મોરબી અને ટંકારામાં પોલીસના અલગ અલગ દરોડામાં તીનપત્તીનો જુગાર રમતાં કુલ પાંચ ઇસમોને રોકડા રૂ.૫,૧૦૦/- સાથે ઝાડલી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે.
જુગારના પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-૨ ગેંડા સર્કલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટ હેઠળ ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા રમેશભાઈ પોપટભાઈ શીયાળ ઉવ.૪૦ રહે.ખાખરેચી ગામ તા.મોરબી અને સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડિયા ઉવ.૨૦ રહે.વાંકાનેર જીનપરા પાસે એમ બંને આરોપીની રોકડ રૂ. ૮૦૦ સાથે પકડી પાડવામાં આવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત, ટંકારા પોલીસે જુના હડમતીયા રોડના દેવીપુજકવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં બાવળની કાંટ પાછળ પૈસાની હારજીતનો નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા પ્રવીણભાઈ ઉર્ફે કન્યો વેલજીભાઈ વાઘેલા ઉવ.૩૧, અજયભાઈ વીરજીભાઈ વાઘેલા ઉવ.૨૪ અને રાકેશભાઈ ભાણજીભાઈ વાઘેલા ઉવ.૨૧ ત્રણેય રહે. .-ટંકારા, જુના હડમતીયા રોડ દેવીપુજકવાસવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૪,૩૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.