Saturday, September 21, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસના જુગારના બે દરોડામાં કુલ ચાર આરોપી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસના જુગારના બે દરોડામાં કુલ ચાર આરોપી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામ તથા ઘુંટુ ગામે એમ બે અલગ અલગ દરોડામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ચાર જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડાની વિગતો મુજબ ટીંબડી ગામની સીમમાં આવેલ એસીસ કારખાનાની પાછળ પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા વિશ્વાષભાઇ કાનજી પાટડીયા જાતે વાણંદ ઉવ.૩૧ રહે-કુલીનગર-૦૧ વિશીપરા મોરબી-૦૨ તથા જગદીશભાઇ ધીરૂભાઇ રેણુકા ઉવ.૨૫ રહે-મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્ય લક્ષ્મી સોસાયટીવાળાને રોકડા રૂ.૬૧૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

જ્યારે બીજા દરોડામાં તાલુકાના ઘુંટુ ગામે અંબાણી પેપરમીલની પાછળ તીનપત્તીના જુગારની મહેફિલ માણી રહેલ સંજયભાઇ અવચરભાઇ ઝંઝવાડીયા ઉવ.૨૧ રહે-વિશીપરા મોરબી-૦૨ તથા સિંકદરભાઇ અમૃતભાઇ કટીયા ઉવ.૨૪ રહે-કુલીનગર-૦૨ વિશીપરા મોરબી-૦૨ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૫૫૦/-કબ્જે લીધા હતા.

ઉપરોક્ત અલગ અલગ બંને દરોડામાં પકડાયેલ કુલ ચારેય આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!