મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા શહેરના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર અંગે બે રેઇડ કરવામાં આવી હતી, જેમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ચાર ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા.
પ્રથમ રેઇડની મળતી વિગતો અનુસાર, બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમસ હોય તે દારીમિયસન ત્રાજપર ખારીના નાકામાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા દીનેશભાઇ નાથાભાઇ લગવાડીયા ઉવ.૪૨ તથા રમેશભાઇ બાબુભાઇ સાતોલા ઉવ.૪૬ બંને રહે. ત્રાજપર ખારી રામજી મંદીરની બાજુમા એમ બંને આરોપીને રોકડા રૂ.૪,૫૯૦/-સાથે પકડી લેવામાં આવ્યા છે.
જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં જાહેરમાં ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર ખેલતા સવજીભાઇ ભીમાભાઇ છેલાણીયા ઉવ.૬૫ રહે. ત્રાજપર પંચની માતાજીના મંદીરની બાજુમા મોરબી-૨, સોમાભાઇ અરજણભાઇ મકવાણા ઉવ.૪૮ રહે.ત્રાજપર ખારી રામજી મંદીરની બાજુમા મોરબી-૨વાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪,૨૦૦/- સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પકડી લેવામાં આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.