મોરબી એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ બે દરોડામાં જુગાર રમી રહેલા ચાર મહિલા સહીત છ શખ્સોને રોકડા કુલ રૂ.૧૯,૦૮૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
જુગારના પ્રથમ દરોડાની મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાવડી રોડ ઉપર કારિયા સોસાયટી નજીક જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રણછોડભાઈ મોતીભાઈ બાંભવા ઉવ.૨૪ તથા હીરાભાઈ નારણભાઈ બાંભવા ઉવ.૨૦ બંનેરહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબીને રોકડ રૂ.૧૬,૦૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા દરોડામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યમુનાનગર શેરી નં.૩ માં બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા અંજુબેન લીલમદાસ રામાનુજ ઉવ.૪૦ રહે. દરબારાગઢ ખોખાણીશેરી, જરીનાબેન સલીમભાઇ સુમરા ઉવ.૩૪ રહે. કાલીકા પ્લોટ શેરી નં.૫ મોરબી, જયશ્રીબેન દિલીપભાઇ સારલા ઉવ.૪૦ રહે. યમુનાનગર શેરી નં.૩ મોરબી, લીલાબેન દેવજીભાઇ માલકીયા ઉવ.૫૦ રહે. ઘુટુ ગુંદિવાળી શેરી તા.જી.મોરબીને એમ ચારેય મહિલા આરોપીઓને રોકડા કુલ રૂ. ૩,૦૮૦/- સાથે પકડી પાડી સીટી બી ડિવિઝનમાં જુગારધારા મુજબનો કેસ રજી. કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.