Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં એક અને વાંકાનેરમાં બે મળી કુલ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબીમાં એક અને વાંકાનેરમાં બે મળી કુલ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીના જુના મકનસર રેલ્વેસ્ટેશન પાસે રહેતી જીયાન્શી જીતેશભાઇ કુઢીંયા નામની સાત માસની બાળકીને લઇને ગત તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ તેની માતા કંચનબેન તથા તેની બીજી દિકરી રોશની એમ ત્રણેય જામ્બુડીયા ગામની સીમમા આવેલ રીધમ સિરામિક કારખાના પાસે શાકભાજી તથા ફ્રુટ વેચવા માટે જતા રોશની તેની નાની બેન જીયાન્શીને લઇને કારખાનાની બહાર રેતી જેવા પડેલા ઢગલા ઉપર રમાડવા માટે જતા તે અંદરથી ગરમ હોય જેથી પગે દાઝવા લાગતા તેના હાથમાંથી પોતાની નાની બેન જીયાન્શી અકસ્માતે ઢગલામા પડી જતા તે શરીરે દાઝી જતા તેને તેની માતા કંચનબેન બચાવવા માટે જતા તેઓ પણ બન્ને પગના ભાગે દાઝી ગયેલ અને જીયાન્શીનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, વાંકાનેરની એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રા.લી. કારખાનાની ઓરડીમાં જેતપરડારોડ ક્યુરેક્ષ સીરામીક્ની બાજુમાં રહેતા મૂળ એમ.પી.નાં કીશનભાઇ નરાભાઇ બીલવાલ ગત તા.૧૮/૧૦/૨૦૨૩નાં બપોરના સમયે બોયલર વિભાગમાં કંવ્યેયર બેલ્ટમાં કોલસા નાખવાનુ કામ કરતા હતા. ત્યારે અચાનક અકસ્માતે કિશનનો જમણો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર લઇ જવાયો હતો. ત્યાથી વધુ સારવારમાં મોરબી ઓમ હોસ્પિટલમા સારવારમા લાવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.

ત્રીજા બનાવમાં, વાંકાનેરનાં કમાન્ડર સીરામીક લેબર કોલોની સરતાનપર ખાતે રહેતા મૂળ ઝારખંડના રાયસન લખન હાસવને ગત તા.૧૮/૧૦/૨૦૨૩ના રોજ ચકકર આવતા પડી જતા માથામાં પાછળના ભાગે ઇજા થતા તેને સારવારમાં મોરબી સસરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!