વાંકાનેર સીટી પોલીસ તથા તાલુકા પોલીસ દ્વારા જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ જુગારીને કુલ રોકડા રૂ.૧૧,૪૭૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ચોકમાં જાહેર સ્થળે વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા નરેશ પ્રેમજીભાઇ બાવળીયા ઉવ.૪૦ રહે.ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૦,૩૭૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે,
જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક નસીબ આધારિત વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા આરોપી દશરથભાઈ તલાભાઈ સનુરા જાતે ઠાકોર ઉવ.૨૬ રહે.સરતાનપર વાળાને રોકડા રૂ.૫૬૦/-સાથે પકડી લેવાયો છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં રામદેવ હોટલ નજીક જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી લક્ષ્મણભાઈ રાજુભાઈ સાદરીયા ઉવ.૨૦ રહે.સરતાનપર વાળો વર્લી સાહીત્ય આંકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂ.૫૪૦ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે. હાલ વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.