મોરબી તાલુકા પોલીસ દ્વારા લાલપર અને ભડીયાદ એમ અલગ અલગ બે સ્થળોએ રેઇડ કરી જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને પકડી લેવામાં આવ્યા છે, જેમાં ભડીયાદ ગામે તીનપત્તીનો જુગાર રમતા સુનિલભાઈ કેશુભાઈ ઓગણીયા ઉવ.૨૫ તથા રણછોડભાઈ કેશુભાઈ ઓગણીયા બન્નેરહે. વીસીપરા વેલનાથ પાનની બાજુમાં ને રોકડા રૂ. ૧,૫૩૦/-સાથે અટક કરવામાં આવી હતી.
જ્યારે લાલપર ગામની સીમમાં પ્લેટીનીયમ કારખાનાની બાજુમાં જાહેરમાં પૈસાની હારજીતનો વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા કલ્પેશભાઈ દિનેશભાઇ મજેઠીયા ઉવ.૨૪ રહે.મોરબી-૨ સો ઓરડી વાળાને વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૪૭૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.