મોરબી શહેર તથા વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એમ બે અલગ સ્થળોએ પોલીસની રેઇડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા કુલ બે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ જુગારની રેઇડમાં મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં ૨ માં સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ અવેશભાઇ ઉર્ફે અવલો અયુબભાઇ કાશમાણી ઉવ.૨૫ રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૨ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસે વર્લીના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહીત રોકડા રૂ. ૫૨૦/-મળી આવતા પોલીસે તમામ મુદામાલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જયારે વર્લીમટકાના જુગારના બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર ભાવની કાંટા પાસેથી જાહેરમાં નસીબ આધારિત વર્લી મટકાના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતો મૂળ એમપી રાજ્યનો વતની હાલ માટેલ રોડ ઉપર બોન્ઝા સિરામિકની લેબર કોલોનીમાં રહેતો મહેન્દ્રસીંગ રામપ્રસાદ બલાઇ ઉવ.૩૦ ને વાંકાનેર તાલુકા પોલીસે રંગેહાથ ઝડપી લઇ પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૬૫૦/-તથા વર્લી ફિચર્સના આકડાનું સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









