વાંકાનેર શહેરમાં એક તેમજ ગ્રામ્યમાં એક એમ કુલ બે અપમૃત્યુના બનાવમાં એક ૬૦ વર્ષીય વૃદ્ધનું શરીરે ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં શ્વાસ તથા છાતીમાં દુઃખવાની સમસ્યાને લઈને સારવારમાં દાખલ આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ અપમૃત્યુના બનાવ મામલે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા શેરી નં.૫ માં રહેતા દિપકભાઇ બાબુભાઇ વાઘેલા ઉવ.૪૩ ગઈકાલ તા.૦૫/૦૨ના રોજ તેમના ઘરે હોય ત્યારે એકદમ શ્વાસ ચડ્યો અને છાતીમાં દુખાવો થતા તેમને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા ત્યારે ચાલુ સારવાર દરમ્યાન દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેર તાલુકા ગારીડા ગામે સનરાઈઝ મલ્ટી સ્ટિલ પ્રાઈવેટ લિમિટેડ કારખાનામાં રહેતા કુલદિપસિંહ બક્ષીસસિંહ ઉવ-૬૦ ગઈ તા-૨૧/૦૧ ના સવારના સાતેક વાગ્યાની આસપાસ રસોઈ કરવા જતા ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો જેથી કુલદીપસિંહ આખા શરીરે ઈજા થતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવતા ત્રણ દિવસની ટૂંકી સારવારમાં તા.૨૫/૦૧ના રોજ તેમને ફરજ પર હાજર ડોક્ટરે મરણ ગયાનું જાહેર કરેલ હતા.
ત્યારે બંને અપમૃત્યુના બનાવ બાબતે વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી બંને બનાવ મામલે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.