Sunday, February 8, 2026
HomeGujaratમોરબી શહેર તથા સોખડા ગામે અપમૃત્યુના કુલ બે બનાવ નોંધાયા

મોરબી શહેર તથા સોખડા ગામે અપમૃત્યુના કુલ બે બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં ધુતારી વાડી વિસ્તારમાં એક યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ પામ્યો હતો તથા સોખડા ગામના લેમીનેટ કારખાનામાં કામ દરમિયાન લિફ્ટ પરથી પડતા એક મજૂરનું મોત થયું હતું. બન્ને બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોત અંગે મળતી વિગતો મુજબ, સોખડા ગામે આવેલ પીરવોન લેમીનેટ કારખાનામાં કામ કરતા લલનભાઈ ગણેશભાઈ પ્રસાદ ઉવ.૫૨ કામ દરમ્યાન લિફ્ટ ઉપરથી પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સમર્પણ હોસ્પિટલ મોરબી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ અંગે તાલુકા પોલીસે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં, શહેરના ધુતારી વાડી વિસ્તાર નવલખી બાયપાસ નજીક રહેતા કિશનભાઈ વાલજીભાઈ વાઘેલા ઉવ.૨૨ એ કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. ઘટના બાદ તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે બી દિવઉઝન પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!