વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ બે વર્લીભક્તને પકડી લેવામાં આવ્યા છે, જેમાં શહેરના જીનપરા અને નવાપરા એમ બે સ્થળોએ પૂર્વ બાતમીને આધારે રેઇડ કરીને બે જુગારીને કુલ રોકડા ૧૧,૩૦૦/- સાથે પકડી લઈને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ,પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે નવાપરા જીઆઇડીસીના નાકા પાસેથી લાલજીભાઈ ભગવનજીભાઈ કુણપરા ઉવ.૩૪ રહે.વાંકાનેર આર.કે.નગર નવાપરા વાળાને નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૬૩૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજા દરોડામાં જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાંડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા આરોપી સાહિલ હનીફભાઈ ભટ્ટી ઉવ.૨૨ રહે.નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાછળ વાળાને વર્લી મટકાના જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા ૧૦,૬૭૦/- સાથે અટકાયત કરવામાં આવી છે.









