વાંકાનેરના મહારાજા કેસરીસિંહજીની રાજ તિલક વિધિ નિમિતે આયોજીત પાંચ દિવસીય કાર્યક્રમનો બરાબરનો માહોલ જામી રહ્યો છે
આ પ્રસંગને પગલે આજે વાંકાનેરના મુખ્ય માર્ગો ઉપર મહારાજા કેસરીસિંહજીની નગરયાત્રા યોજાઈ હતી.જુના દરબાર ગઢથી તિલક વિધિ પરંપરા મુજબ નગર યાત્રાનો પ્રારંભ થયો હતો જેમા ૪૦ જેટલા ઘોડાઓ ,હેરિટેજ કારનો કાફલો અને બેન્ડવાજા સહીત હજારો લોકો જોડાયા હતા
અને આ જાજરમાન રાજતિલક પ્રસંગનું આયોજન થયું હતું જેમાં અબિલ ગુલાલની છોળો અને ઢોલ, નગરા તથા શરણાઈના શુરો અને અશ્વની હણહણાંટીના કર્ણ પ્રિય અવાજમાં મોટી સંખ્યામાં વાંકાનેર પંથકના લોકો અને અનેક રજવાડાઓ વાંકાનેરના મહારાજા કેસરી દેવ સિંહજી ઝાલાના રાજતિલક પ્રસંગમાં મહેમાન બન્યા હતા. નગર ચર્યામાં વાંકાનેર શહેરના મુખ્ય રસ્તાઓ પર વેપારીઓએ પણ વાંકાનેરના રાજા કેસરી દેવજીનું સન્માન કર્યું હતું અને વાંકાનેરના નગરજનોમાં આ પ્રસંગે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેરા થનગનાટ સાથે લોકોએ મહારાજા કેસરીસિંહજીનું ભવ્ય અભિવાદન કર્યું હતું જે બદલ મહારાજાએ રૈયતનો આભાર વ્યક્ત કર્યો હતો.