મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના
તણાયેલા વ્યક્તિઓને બચાવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી.હળવદ મામલતદાર, પોલીસ, ફાયર ફાઈટર સ્ટાફ ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.
જાણવા મળતી માહિતી મુજબ બેઠા વોકળામાં પાણીના ધસમસતા પ્રવાહ માં ટ્રેકટર તણાયુ હતું ટ્રેક્ટરમાં અંદાજે ૧૭ લોકો હોવાનું જાણવા મળ્યું હતું.હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક ૧૭ લોકો ટ્રેકટર લય ને જતા હતા ત્યારે અચાનક પાણી ના ધસમસતાં પાણીના પ્રવાહમાં તણાયુ હતું જેમાં થી ૫ લોકોને રેસ્કયું કરી બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે બાકીના લાપતા લોકોને સંબોધવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક ટ્રેકટર બેઠા વોકળાના ધસમસતાં પાણીના વહેણમાં તણાયુ હતું, જાણવા મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં ૧૭ લોકો સવાર હતા. જેઓ તણાવના સમાચાર મળતાં તંત્ર દ્વારા તાત્કાલિક હળવદ ફાયર ફાઈટર ની ટિમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી મોરબી ફાયર ફાઈટર ની ટિમ પણ બચાવ કાર્યમાં જોડાઈ હતી રાત્રિના સમય હોવાથી બચાવ કાર્ય કઠીન છે. ૫ લોકોને રેસ્કુયુ કરી બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીમાં અનેક લોકો હજુ લાપતા છે.ઘટના સ્થળે હળવદ મામલતદાર એસ જી સુરાણી જણાવ્યું કે ટ્રેક્ટરમાં ૧૭ લોકો સવાર હતા. જેમાંથી ૫ લોકોનો રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.