Monday, January 13, 2025
HomeGujaratમોરબી માળીયા(મી) હાઇવે રોડ ઉપર ટ્રક કન્ટેઇનરની હડફેટે ટ્રેક્ટર-ટ્રોલીના ચાલકનું કમકમાટીભર્યું મોત

મોરબી માળીયા(મી) હાઇવે રોડ ઉપર ટ્રક કન્ટેઇનરની હડફેટે ટ્રેક્ટર-ટ્રોલીના ચાલકનું કમકમાટીભર્યું મોત

ટ્રકે પાછળથી ઠોકર મારતા પડી ગયેલા ટ્રેક્ટરના ચાલકના માથા ઉપર વ્હીલ ફરી વળ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર અમરનગર ગામ નજીક પુરપાટ ગતિએ આવતા ટ્રક કન્ટેઇનરે રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રેક્ટર-ટ્રોલીને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે ટ્રોલીમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતા ટ્રેક્ટર ચાલક યુવક રોડ ઉપર પડી જતા ટ્રકનું તોતિંગ વ્હીલ યુવકના માથા અને છાતીના ભાગે ફરી વળતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમા માળીયા-મોરબી હાઇવે રોડ ઉપર આવેલ કેડા કારખાના પાસે પુરપાટ ગતિએ તેમજ ગફલતભરી રીતે માણસોની જિંદગી જોખમાય તેમ ટ્રક કન્ટેઈનર રજી. જીજે-૩૯-ટી-૦૬૪૪ ચલાવી રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રેક્ટર રજી. જીજે-૦૨-એજી-૦૬૧૪ની પછક જોડેલ ટ્રોલીમાં ટ્રકની જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર લાગતા ટ્રેક્ટર ચાલક સુરેશભાઈ બચુભાઇ ઘાટેલીયા રીડ ઉપર પડી ગયા હતા ત્યારે ટ્રક કન્ટેઇનરનું વ્હીલ સુરેશભાઈને માથામાં અને છાતીના ભાગે ફરી વળતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક કન્ટેઈનર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને અકસ્માતના સ્થળ ઉપરથી નસુ ગયો હતો. ત્યારે મોરબી તાલુકાના શક્તિનગર(રવાપરનદી) ગામ રહેતા મૃતકના ભાઈ મહેશભાઇ બચુભાઇ ઘાટેલીયા દ્વારા આરોપી ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!