Tuesday, September 17, 2024
HomeGujaratહળવદનાં વૈજનાથ મંદિર સામેથી થઈ ટ્રેક્ટર ટ્રૉલીની ચોરી

હળવદનાં વૈજનાથ મંદિર સામેથી થઈ ટ્રેક્ટર ટ્રૉલીની ચોરી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબીમાં અનેક જગ્યાએથી વાહનોની ઉઠાંતરી થતા જિલ્લા પોલીસ સક્રિય બની છે. અને એક બાદ એક ચોરીને અંજામ આપતા ઈસમોને પકડી જેલ હવાલે કરી રહી છે. ત્યારે ગઈકાલે ટ્રેઈલર ચોરી થયાની વધુ એક ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના શીવપાર્ક વૈજનાથ મંદિર પાસે રહેતા કરશનભાઈ લખમણભાઈ ધારીયાપરમાર નામના ખેતી કામ કરતા આધેડે ગત તા.૦૬/૦૧/૨૦૨૩ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની GJ.13.W.6773 નંબરની ટ્રોલી(ટ્રેઈલર) પોતાના રહેણાંક મકાનની બાજુમાં પાર્ક કરી હતી. જે તેણે તા.૦૮/૦૧/૨૦૨૩ ના સવારના સાતેક વાગ્યો સ્થળ પર આવી જોતા તેને પોતાની ટ્રોલી(ટ્રેઈલર) સ્થળ પર હાજર નહિ મળતા તેણે આસપાસના વિસ્તરમાં જાત તપાસ કરી છતાં ટ્રોલી(ટ્રેઈલર) અંગે કોઈ માહિતી ન મહતા તેણે હળવદ પોલીસ મથકે ટ્રોલી(ટ્રેઈલર) ચોરી થયા અંગે ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!