સમગ્ર ગુજરાત સહિત મોરબી જિલ્લામાં પણ અકસ્માતોના ગંભીર બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે જેમાં મોટેભાગે વાહન ચાલકોની બેદરકારી અને ટ્રાફિક અંગેના નિયમો બાબતે અજ્ઞાનતા જ જવાબદાર હોય છે.
જેથી માળીયા(મી) પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર નીકળતા વાહન ચાલકોને રોડ સેફટી અને નિયમોની જાણકારી સાથે સાથે વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવી ફરજિયાત છે જે નિયમો બાબતે પણ માહિતગાર કરીને જેઓએ રેડિયમ પટ્ટી નહોતી લગાવી તેમના વાહનો પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી તેઓને જાગૃત કરવાં પ્રયત્ન કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા છ મહિનામાં જ ૬૦ જેટલા ગંભીર અકસ્માતો થયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે ઘણા પરિવારો બરબાદ થયા છે જે ૬૦ અકસ્માતોમાંથી ૦૪ અકસ્માતો મોરબી જિલ્લામાં જ થયા છે જેની ગંભીરતા જોઈને લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી અને આરટીઓ ના નિયમોનું પાલન કરે એવી મોરબી જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.