અગમચેતીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ખેડૂતોને માહિતગાર કરાયા
હાલની પરિસ્થિતમાં ખેડૂતોને કપાસની ખેતીમાં મુંઝવતો પ્રશ્ન હોય તો ગુલાબી ઇયળ છે. આ ગુલાબી ઇયળનો ઉપદ્રવ હવે શરૂ થવાની તૈયારી હોઇ અગમચેતીના પગલા રૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. એલ. એલ. જીવાણીએ કેન્દ્રની તમામ પ્રવૃતિઓથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. જ્યારે વિષય નિષ્ણાંત (પાક સંરક્ષણ) ડી.એ.સરડવાએ ગુલાબી ઇયળ કઇ રીતે આવતી ઓછી થાય અને તેના સંકલિત નિયંત્રણ વિશે માહિતગાર કર્યા હતા. આ તાલીમમાં ખેડૂતોએ કોવીડ ગાઇડલાઇનનું પાલન કરી બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો.
આ તાલીમ કૃભકોના સંયુક્ત ઉપક્રમે ગોઠવવામાં આવેલ જેમાં કૃભકોના ઝોનલ મેનેજર વસોયા એ જૈવિક ખાતરના વપરાશ વિશે માહિતી આપેલ અને ફિલ્ડ ઓફિસર રાબડીયાએ આભાર વિધિ કરી હતી.