Saturday, October 5, 2024
HomeGujaratમોરબી જૂના નાગડવાસ સેવા સમિતિ દ્વારા સ્તુત્ય પગલું એક ઘર એક ઝાડ

મોરબી જૂના નાગડવાસ સેવા સમિતિ દ્વારા સ્તુત્ય પગલું એક ઘર એક ઝાડ

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ

- Advertisement -
- Advertisement -

મોરબી, જૂના નાગડાવાસ સેવા સમિતિ જે સ્વચ્છતા,covid-19 દવા છંટકાવ,વૃક્ષારોપણ જેવી બહુમુલ્ય સેવા અર્થે સતત કાર્ય હમેશ કરતી રહે છે.વિશ્વ જ્યારે કોરોનાકાળમા ઓક્સિજન જંખી રહ્યુ છે ચારેબાજુ લોકો ઓકિસજનની બોટલો મેળવવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે ઓકિસજનના ખરા ઉત્પાદક અને વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખનાર,ધોમ ધખતા તાપમાં ઠંડક આપનાર વૃક્ષોનું વધુને વધુ વાવેતર થાય,ઉછેર થાય એ માટે જુના નાગડાવાસ સેવા સમિતિએ કમર કસી છે, ગ્રામજનો 1100 રૂપિયા પ્રત્યેક્ષ વૃક્ષ ઉછેર માટે દાન પેટે પોતાના સ્વજનોની યાદગીરી રૂપે સ્વેચ્છાએ ફાળવે એવો મત સેવા સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં પ્રથમ બેઠકમાં જ 50 દાતાઓએ પોતાનો ફાળો આપીને વૃક્ષારોપણમા મદદ કરી હતી. આવનાર સમયમાં સમિતિનો એક ઘર એક વૃક્ષનો ટાર્ગેટ રાખીને 351વૃક્ષો વાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં વધુમાં વધુ ગ્રામજનો વેક્સિન લે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી અને એ માટે પ્રચાર પ્રસાર કરવાનું નક્કી કર્યું હતું નોંધનીય છે કે ગામની પશ્ચિમે આવેલ એકલવીર હનુમાન અને ઐતહાસિક તળાવની પાળ પર આ વૃક્ષારોપણની વૃક્ષ વાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એક ઘર એક વૃક્ષ ની યોજનાને સાકારીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે સૌ લોકો માટે પ્રેરણા દાયક કાર્ય છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!