Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના ઘુટુ રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક કાળનો કોળિયો બન્યો

મોરબીના ઘુટુ રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક કાળનો કોળિયો બન્યો

મોરબી શહેરના ઘુટુ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની ઠોકરે ચગદાઈ ગયેલા બાઈક ચાલક કાળ નો કોળિયો બની જતા પરિવારમાં અરેરાટી ફેલાઈ છે.

- Advertisement -
- Advertisement -

ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર શહેરના ઘુટુ રોડ પરની કનૈયા પાન નજીક બેફામ સ્પીડે આવતા રજી. નં. GJ-03-AT-3859 ના ટ્રક ચાલકે સ્પ્લેન્ડર પ્લસ નં-GJ-18-AN-0734 બાઇકને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં બાઈક ચાલક મંજુનાથ બસપ્પાભાઇ અકકી (ઉ.વ-૪૪) જમીન પર પટકાયા હતા અને ટ્રક ડમ્પરના ટાયરમા આવી જતા તેનું ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું.આ અકસ્માત સર્જી આરોપી નાશી છુટતા મૃતકના સાળા નાગરાજભાઇ ટોલીયાગોડાભાઇ ઉમાચેડીએ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!