Thursday, September 19, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા એક ઘવાયો

મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા એક ઘવાયો

મોરબીમાં અકસ્માતોનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના લાલપર ગામ પાસે એક ટ્રક ચાલકે બાઈક ચાલક યુવકને હડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઇ તેને સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં આવેલ મકનસર એકસલ સીરામીકની કારખાનાની પાછળ આવેલ ઇટોના ભઠ્ઠામા રહેતો શ્વીનભાઇ શામજીભાઇ શેખવા નામનો યુવક ગત તા.૨૦/૧૧/૨૦૨૨ ના રોજ પોતાની જી-જે-૧૦-સી-એમ-૬૦૩૪ નંબરની બાઈક લઇ મકનસરથી મોરબી સ્વેટર લેવા જતા હતા. ત્યારે લાલપર ગામ નજીક વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી સીરામીકના કારખાનાની સામે પહોચતા પાછળથી જી-જે-૧૬-એ-યુ-૭૨૯૩ નંબરના ટ્રકના ચાલકે તેનુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરિયાદીના બાઈકને જમણી બાજુ પાછળથી ઠોકર મારી એકસીડન્ટ કરતા ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઇ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે ટ્રક ચાલક આરોપી પોતાનું જી-જે-૧૬-એ-યુ-૭૨૯૩ નંબરનું ટ્રક લઇ સ્થળ ઉપરથી નાશી છૂટ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!