Monday, June 16, 2025
HomeGujaratવાંકાનેરના કેરાળા ગામ નજીક કારની હડફેટે ચાલીને રોડ ક્રોસ કરી રહેલ ટ્રક-ચાલક...

વાંકાનેરના કેરાળા ગામ નજીક કારની હડફેટે ચાલીને રોડ ક્રોસ કરી રહેલ ટ્રક-ચાલક ગંભીર ઘાયલ.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રક સાઈડમાં રાખી રોડ ક્રોસ કરી ચા-પાણી પીવા જતા ટ્રક ચાલકને પુરપાટ આવતી કારે ઠોકરે ચડાવતા, ટ્રક ચાલકને પગમાં ફ્રેકચર તથા માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પંથકમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માતના બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગરમાં રહેતા સતિષભાઈ બચુભાઇ બાવડા ઉવ.૩૭ ગઈ તા.૧૨/૦૫ના રોજ પોતાના હવાલા વાળો ટ્રક લઈને મીરબીથી સુરત જતા હોય તે દરમિયાન વાંકાનેરના કેરાળા ગામના પાટીયા નજીક પોતાનો ટ્રક રોડ સાઈડમાં રાખી સામેની સાઈડ આવેલ ચા ની દુકાને રોડ ક્રોસ કરીને જતા હોય ત્યારે બાઉન્ડ્રી બાજુથી આવતી કાર રજી.ન. જીજે-૩૬-એસી-૫૪૫૭ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી આવી સતિષભાઈ સાથે ઉપરોક્ત કાર ભટકાળતા, તેઓ રોડ ઉપર પડી ગયા હતા. અને અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ ઉપરથી પોતાની કાર લઈને નાસી ગયો હતો, ત્યારે આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા, જ્યાંથી સતીશભાઈને સારવાર માટે પ્રાઇવેટ વાહનમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સતીશભાઈને પગમાં ફ્રેકચર તથા માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ અંગે સારવાર ચાલુ કરેલ હતી. હાલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા અકસ્માત સર્જી નાસી ગયેલ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!