માળીયા(મી) નજીક અંજાર-જામનગર રૂટની એસટી બસને અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં ટ્રક ટ્રેઇલરે એસટી બસને પાછળથી ઠોકર મારતા બસની ડેકી તથા બમ્પરમાં નુકસાની થઇ હતી.
મળતી માહિતી મુજબ અંજાર ડેપોની એસટી બસ કે જે અંજાર જામનગર રૂટમાં ચાલતી હોય ત્યારે ગઈકાલ તા.23/02 ના રોજ અંજાર-જામનગર એસટી બસ રજી. જીજે-18-એક્સ-9161તેના રોજના નિયમિત સમયે સવારે 6 વાગ્યે અંજારથી જામનગર જવા માટે નીકળેલ ત્યારે સુરજબારી પુલથી માળીયા(મી) નજીક રોડ ઉપર ઘેટા-બકરા જતા હોય જેથી એસટી બસના ચાલકે બસ ધીમી પાડતા પાછળથી આવતા ટ્રક ટ્રેઇલર રજી. જીજે-12-એટી-6040ના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પૂર ઝડપે ચલાવી એસટી બસની પાછળ અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એસટી બસની ડેકી તથા બમ્પરમાં નુકસાન થયું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે એસટી બસ ચાલક મનુભાઇ રામાભાઇ ચારણ ઉવ.૪૩ રહે.હાલ આદીપુર ગોલ્ડન સીટી ન્યુ. કોમ્પલેક્ષ મકાન નં.૨૦૬ તા.અંજાર જી.ભુજ (કચ્છ) મુળ રહે.ગામ-કંકુ થાભલા તા-ગોધરા જી.પંચમહાલ એ આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.