Wednesday, February 11, 2026
HomeGujaratમોરબીના સોખડા ગામ નજીક બેફામ ઝડપે દોડતા ટેન્કરની ઠોકરે ટ્રકને નુકસાન

મોરબીના સોખડા ગામ નજીક બેફામ ઝડપે દોડતા ટેન્કરની ઠોકરે ટ્રકને નુકસાન

મોરબી તાલુકાના સોખડા ગામ નજીક રોડની કટ પરથી બેદરકારીપૂર્વક વળાંક લેતા ટેન્કરે ટ્રકને સાઇડમાં ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ટ્રકને નુકસાન પહોંચ્યું છે. હાલ ટ્રક ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા વિસ્તારના માળીયા-મોરબી નેશનલ હાઇવે પર આવેલા સોખડા ગામના પાટીયા પાસે રોડની કટ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલ તા.૧૦/૦૨/૨૦૨૬ના રોજ ટ્રક ટેન્કર રજી.નં. જીજે-૨૭-વી-૩૬૧૯ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડની કટ પરથી વળાંક લેતી વખતે હાઇવે પર પસાર થતા વાહનોનું ધ્યાન ન રાખતાં ફરીયાદી મોહીતભાઇ બાબુભાઇ વઢવાણા ઉવ.૩૦ રહે.શાંતીનગર ગામ પંચાયત-ગડુ ગામ તા.માળીયા હાટીના જી.જુનાગઢ વાળાના અશોક લેલન ટ્રક રજી.નં. જીજે-૩૨-ટી-૮૧૯૮ને સાઇડમાં ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ફરીયાદી મોહીતભાઈના ટ્રકને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થયેલ નથી. ત્યારે અકસ્માત બાબતે મોરબી તાલુકા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો જોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!