હાલ નવરાત્રી શરૂ છે. એવામાં નવરાત્રી દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને રીતે ગરબા રમતા હોઈએ છીએ. ત્યારે શ્રી મોરબી રાજપુત કરણી સેના દ્વારા શારદિય નવરાત્રી નિમિતે બે દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મોરબી રાજપુત કરણી સેનાના જણાવ્યા અનુસાર, માં જગદંબાની આરાધનાનું પાવન પર્વ એટલે શારદિય નવરાત્રી. નવરાત્રી નિમિતે આગામી તા.૨૦-૧૦-૨૦૨૩ થી ૨૧-૧૦-૨૦૨૩ સુધી એટલે કે, આસો સુદ છઠ ને સાતમ ના રોજ રાજપુત કરણી સેના દ્વારા બે દિવસીય રાસોત્સવનું દરબાર ગઢ મોરબી ખાતે આયોજન કરાવામાં આવ્યું છે. બે દિવસીય રાસોત્સવમાં સમગ્ર રાજપુત સમાજ ને પધારવા શ્રી મોરબી રાજપુત કરણી સેના દ્વારા આમંત્રી પાઠવવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમ ફક્ત રાજપુત સમાજ પુરતો મર્યાદીત હોવાનું પણ શ્રી મોરબી રાજપુત કરણી સેના દ્વારા જણાવવામાં આવ્યું છે.