Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં બ્રહ્મલિન સંતશ્રી સીતારામબાપુને શ્રધ્ધાંજલી નિમીત્તે આવતીકાલથી બે દિવસીય સંતવાણીનું આયોજન

મોરબીમાં બ્રહ્મલિન સંતશ્રી સીતારામબાપુને શ્રધ્ધાંજલી નિમીત્તે આવતીકાલથી બે દિવસીય સંતવાણીનું આયોજન

આજના આ ટેકનોલોજીના યુગમાં ભજન-કીર્તન અને આધ્યાત્મિકતા તરફ લોકોનું મન વિચલિત થયું છે. જોકે, ગામડાઓમાં હજુ પણ સંતવાણી જેવા કાર્યક્રમો થકી ધાર્મિકતા જળવાઈ રહે તેવા પ્રયત્નો થાય છે. ત્યારે શ્રી રામાપીર મંદિર – રાજપર રોડ, મોરબીના બ્રહ્મલિન મહંત શ્રી સીતારામ બાપુની દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે કાલે અને 1 માર્ચે સંતવાણીનું રામદેવપીર–માયત્રી મંદિર, રાજપર રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

બ્રહ્મલિન સંતશ્રી સીતારામબાપુને શ્રધ્ધાંજલિ નિમીત્તે તા.28/02/2023 ને મંગળવારના રોજ યોજાનાર સંતવાણી ભજનભાવ કાર્યક્રમમાં હસ્સુખગીરીબાપુ તથા લલિતાબેન ઘોડાદરા ભાવિ ભક્તોને સંતવાણી સંભળાવશે જેમાં સાજીંદાગૃપનાં બબાઉસ્તાદ-કચ્છ, રાહુલ મકવાણા-બેન્જો, કાળુભાઈ અને રમેશભાઇ-મંજીરા તેમની સાથ પૂરશે. તેમજ તા, ૦૧/૦૩/૨૦૨૩ને શુક્રવારના રોજ યોજાનાર ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં પરસોત્તમપુરી ગૌસ્વામી તથા મનહરદાન ગઢવી સંતવાણી આરાધક તરીકે ઉપસ્થિત રહેશે. જેમાં તેમની સાથે સાજીંદા તરીકે તબલા : જય બારોટ, બેન્જો : રાહલ મકવાણા ઉપસ્થિત રહેશે. તેમજ રામદેવપીર – ગાયત્રીમંદિર, રાજપર રોડ, મોરબી ખાતે યોજાનાર આ કાર્યક્રમોમાં જાહેર જનતાને ઉપસ્થિત રહી કાર્યક્રમનો લ્હાવો લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!