મોરબીનાં રવાપર રોડ પર આવેલ નવજીવન વિદ્યાલય ખાતે ૨૪ અને ૨૫ ડિસેમ્બર બે દિવસીય સાયન્સ ટેક એક્સ્પો -૨૦૨૩ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે ૨૪ અને ૨૫ ડિસેમ્બર બે દિવસીય સાયન્સ ટેક એક્સ્પો -૨૦૨૩ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોબોટિક, ગાણિતિક, ટેકનિકલ, સાંસ્કૃતિક તથા વિજ્ઞાનને લાગતા ૬૦ જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૨ ફૂટ ઊંચાઈ નું ચંદ્રયાન-૩ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળકોને તેમની સુજબુજ તથા શાળાના સ્ટાફની મદદથી બેનમૂન પ્રોજેક્ટ બનાવ્યા હતા જે વિજ્ઞાન મેળામાં પ્રથમ દિવસે દસ હજારથી વધુ લોકોએ નિહાળી આશ્ચર્ય ચકિત નજરે પડ્યા હતાં અને બાળકોની અંદર રહેલ સુષુપ્ત શક્તિઓ તથા સ્ટાફની મહેનતને સમગ્ર મોરબીવાસીઓએ બિરદાવી હતી.આ વિજ્ઞાન મેળાનું ઉદધાટન ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.