વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી મેળો યોજાશે. આવતીકાલે રવિવારથી આ મેળાનો પ્રારંભ થશે અને સોમવારે મોડી રાત્રે આ મેળાની પૂર્ણાહુતિ થશે. જાડેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ મહિનાના બીજા રવિવાર અને સોમવારના આ લોકમેળો યોજવામાં આવે છે. અને આ પૌરાણિક મેળામાં આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે તહેવારોની સીઝન પણ શરુ થઇ જાય છે અને સાથે સાથે લોકમેળાનો પણ પ્રારંભ થઇ જાય છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું અનેરું મહત્વ છે અને તેની શરુઆત શ્રાવણ માસના સોમવારથી થવા લાગી છે. ત્યારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણી મેળો યોજાવા જઈ રહ્યો છે. જે મેળાનો પ્રારંભ આવતીકાલે એટલે કે રવિવારના રોજથી થશે અને સોમવારે મોડી રાત્રે મેળાની પૂર્ણાહુતિ થશે. જેથી આ
સમય ગાળામાં મોરબી વાંકાનેર અને ટંકારા સહિતના અલગ અલગ તાલુકા વિસ્તારમાંથી જડેશ્વર મહાદેવ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.