અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા દર ત્રણ વર્ષે કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગનું આયોજન કરે છે. જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગનું મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના અલગ અલગ આગેવાનની ઉપસ્થિતિમાં બે દિવસીય અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ સમજ આપવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા દર ત્રણ વર્ષે કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગનું આયોજન કરે છે. જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગનું મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, પ્રાંત સહ સંગઠનમંત્રી રમેશભાઈ ચૌધરી, હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી, રમેશભાઈ ગાગલ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી વગેરેની ઉપસ્થિતમાં અભ્યાસ વર્ગની શરૂઆત કરાઈ હતી. જેમાં પ્રથમ દિવસે ચાર સત્રોમાં વિવિધ વિષયો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારે પ્રારંભિક પ્રવચન, ભારતીય શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણમાં ભારતીયતા, સામાજીક સમરસતા, પારિવારિક પ્રબોધન, પર્યાવરણ જતન, સ્વ આધારિત સમાજ રચના અને નાગરિક ફરજો વગેરે પંચ પરિવર્તન વિશે વિસ્તૃત વાતો રજૂ કરી હતી. પરેશભાઈ પટેલ પ્રાંત મહામંત્રી દ્વારા સંગઠનમાં અભ્યાસ વર્ગનું મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું ત્યારબાદ જવાબદારી સહ બેઠક માં જુદા જુદા ઘટમાં બેસી વિવિધ જવાબદારીઓ નિભાવતા કાર્યકરોને પોતાની જવાબદારીથી વાકેફ કરવામાં આવ્યા હતા. જિલ્લા સહ બેઠકમાં કાર્યકર્તાઓ સાથે સંગઠનના કાર્ય વિસ્તાર વિશે વાર્તાલાપ કરી ચર્ચા વિચારણા કરાઇ હતી. તેમજ બીજા દિવસ વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકાનું વાંચન સંદીપભાઈ આદ્રોજાએ કર્યું હતું. ત્યારબાદ પ્રાંત સહ સંગઠન મંત્રી રમેશભાઈ ચોધરીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્થાપનાથી શરૂ કરી કેજીથી પીજી સુધી કામ કરતા અને નવ સંવર્ગો ધરાવતા સંગઠનની કાર્યપધ્ધતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી બૌદ્ધિક માહિતી રજૂ કરી હતી. ત્યાર બાદ છઠ્ઠા સત્રમાં મીનાબેન પટેલ સૌરાષ્ટ્ર સંભાગના મહિલા મંત્રી દ્વારા સંગઠનમાં મહિલાઓની ભૂમિકા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનિરુદ્ધસિંહ સોલંકી પ્રાંત અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા પત્ર લેખન અને અધિકારીઓ સાથેનો સંવાદ વિષય પ્રસ્તુત કરાયો હતો. જેમાં એમને તાલુકાથી પ્રાંત સ્તર સુધીનું લેટરપેડ એક સરખું રાખવું, પત્રલેખનમાં સંબોધન, વિષય, સંદર્ભ તેમજ વિષયવસ્તુ વગેરે વિશે વાત કરી અધિકારી, પદાધિકારીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા જણાવ્યું હતું. ત્યારબાદના સત્રમાં કાંતિભાઈએ ‘મેરા વિદ્યાલય,મેરા તીર્થ, મારી શાળા મારું તિર્થ’ નું વાંચન કર્યું અને ઉપસ્થિત સૌએ ૐ ના ધ્વનિથી અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વય સેવક સંઘ માંથી વિપુલભાઈ અધારા સૌરાષ્ટ્ર સંભાગના પ્રચાર પ્રમુખે કાર્યકર્તાના ગુણ વ્યવહાર, જુદાં જુદાં ઉદાહરણો આપી પોતાની આગવી શૈલીમાં બૌદ્ધિક રજૂ કર્યું હતું. અને ત્યાર બાદ સાતમા અને અંતિમ સત્રમાં રમેશભાઈ ગાગલ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગે મીડિયા મેનેજમેન્ટ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશીયલ મીડિયાનો ઉચિત ઉપયોગ, મહાસંઘ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યક્રમો તમામ મીડિયામાં શેર કરી શિક્ષક અને સમાજ સુધી વાતો પહોંચાડવી વગેરે વિષયો વિશે વાત કરવામાં આવી હતી. સમારોપ સત્રમાં રમેશભાઈ ચૌધરીએ બંને દિવસના સાત સત્રોમાં રજૂ થયેલા વિષયો વિશેના બિંદુઓની સમજ આપી સમાપન સત્ર દ્વારા અભ્યાસ વર્ગનું સમાપન કર્યું હતું.