મોરબીમાં ૩૦ ઓકટોબર નાં દિવસે સર્જાયેલ ઝૂલતા પુલ નું ગોઝારી દુર્ઘટનામાં કેટલાય નાં જીવન દીપ બુજાયા હતા તેમજ કેટલાય માતા પિતાના કાળજાના કટકા મોત નાં મુખમાં ધકેલાઈ ગયા હતા ત્યારે એ મૃતકોમાં એક દીકરીનો ગઇકાલે જન્મદિવસ હતો જેની પરિવારજનોએ બટુક ભોજન કરાવી ને ઉજવણી કરી હતી અને આ ઉજવણી દરમિયાન ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.
મોરબીના નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટી માં રહેતા સ્વ.મનીષાબેન રાજેશભાઈ ચૌહાણ ઝૂલતા પુલ દુર્ઘટના માં ભોગ બન્યા હતા અને તેમનો જન્મ તા.૧૭-૦૩-૨૦૦૧ નાં રોજ થયો હતો અં ગઇકાલે તેમનો જન્મદિવસ હતો ત્યારે સ્વ.મનીષાબેન નાં જન્મદિવસ ની પરિવારજનોએ બટુક ભોજન કરાવી તેમના ફોટો પાસ કેક કટિંગ કરી ને ઉજવણી કરી હતી તેમજ આ ઉજવણી માં ગાંધી સોસાયટી નાં લોકો પણ જોડાયા હતા.