મોરબીમાં વ્યોમ લેબોરેટરી ના સંચાલક ને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોતે આર્મીમાં હોય અને આર્મી જવાનોના રીપોર્ટ કરાવવા છે. તેમ કહી એડવાન્સ રૂપિયા આપવાનુ કહી રૂપિયા ૭૪,૭૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.તેમજ આ બનાવની અરજી કર્યા ના એક મહિના બાદ આખરે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વ્યોમ લેબોરેટરી ના સંચાલક અશોકભાઈ પ્રવીણભાઈ ટુંડિયાને ગત ૨૭/૦૯/૨૦૨૩ના રોજ અજાણ્યા આરોપીએ ફોન કરી પોતે આર્મીમા હોવાનુ જણાવી તેમના આર્મી જવાનોના લેબોરેટરી રીપોર્ટ કરાવવાની વાત કરી એડવાન્સ રૂપીયા આપવાના બહાને વ્યોમ લેબોરેટરી ના સંચાલક અશોકભાઈનાં ગુગલ પે એકાઉન્ટમા આરોપીએ તેના ક્રેડીટકાર્ડ ના નંબર નંખાવી ફરીયાદીના બેન્ક એકાઉન્ટમાથી રૂ.૭૪,૭૦૦ /- ફરીયાદીની જાણ બહાર ઉપાડી મેળવી લઇ લેતા અજાણ્યા વ્યકિત વિરૂદ્ધ લેબોરેટરી સંચાલકે સાયબર ક્રાઇમ ના ફરિયાદ માટેના ઓનલાઇન નંબર પર પણ અરજી કરી હતી જે અરજી કર્યા ના એક મહિના બાદ આખરે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ને તપાસ શરૂ કરી છે.