Friday, November 15, 2024
HomeGujaratનવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી કરાઈ

નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી કરાઈ

આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના રોજ નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સ્ટુડન્ટ દ્વારા અનેકવિધ ઉજવણી કરાઈ હતી જેમાં અવકાશ વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતા વર્કીંગ મોડેલ બનાવીને તેની સમજુતી આપવામાં આવી હતી. વિજ્ઞાનની સરળ સમજુતી આપતા સાયટુન્સની કોમ્પીટીશન યોજવામાં આવી હતી જેમાં ખુબસરસ કાર્ટુન દોરીને રસપ્રદ રીતે રજુ કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત રોજબરોજના ઉપયોગમાં લેવાતી ખાવાની વાનગીઓમાં વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે તેની સરળ સમજુતી આપતા ફર્મેન્ટેશનથી બનતી વાનગીઓ, શિયાળામાં મળતા ચણાની વાનગીઓ તેમજ વિસરાતી જતી પરંપરાગત વાનગીઓનો રસથાળ બનાવીને આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ પ્રોગ્રામમાં હાજર રહીને સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!