Thursday, April 25, 2024
HomeGujaratટંકારા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી

ટંકારા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરીવાર દ્વારા સંસ્કાર ધામના સહયોગથી થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેના માટે અર્થ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

જીલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પ્રો. એ.એસ.પી. અભિષેકે ગુપ્તા દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી થાય અને વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બ્લડની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે મોરબી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રજા માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે સતત પ્રયત્નશીલ રહેતી ખાખી દ્વારા ખુમારી દાખવી આ અનોખી ઉજવણી કરી હતી.

આ તકે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતિરા, મેડિકલ ઓફિસર રાધિકાબેન વડાવીયા, પટેલ હિતેષભાઈ, ટંકારાના અગ્રણી ભુપત ગોધાણી, કાનાભાઈ, જગુભાઇ, પરેશ ઉજરીયા, નિલેશ પટણી સહિતનાએ હાજર રહી રક્તદાન કર્યું હતું. બજરંગ મંડપ સર્વિસવાળા નયનભાઈ ભાગિયા દ્વારા તમામ રક્ત દાતાને દીવાલ ઘડિયાલ આપવામાં આવી હતી. તો ટંકારા પોલીસ દ્વારા સન્માન પત્ર એનાયત કરાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!