ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન વીક આવે છે, જે પ્રેમી પંખીડાઓ માટે ખૂબ જ ખાસ છે. પ્રેમના પર્વ તરીકે ગણતા વેલેન્ટાઈન ડે ગઈકાલે હતો. દુનિયાભરમાં વેલેન્ટાઈન ડે ખાસ રીતે ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરાઈ હતી અને ભારત માતાનું પૂજન કરીને ઉજવણી કરી હતી.
ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસે ભારત માતાનું પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. લાટી પ્લોટ વિસ્તારમાં આવેલી જય હરી સ્કૂલમાં આઇ લવ ભારત માતા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બાળકોને ક્લબ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીને ક્લબ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. બધા બાળકો અને મેમ્બરોએ સાથે મળીને ભારતમાતાનું પૂજન કર્યું હતું. આ રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઇ પંડ્યા અને તેના સ્ટાફનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટમાં શોભનાબા ઝાલા પ્રીતિબેન દેસાઈ અને મનિષાબેન ગણાત્રાએ હાજરી આપી હતી.