Friday, November 15, 2024
HomeGujaratમોરબીની યોગ આરાધના સંસ્થા દ્વારા યોગ દિવસની અનોખી ઉજવણી કરાઈ

મોરબીની યોગ આરાધના સંસ્થા દ્વારા યોગ દિવસની અનોખી ઉજવણી કરાઈ

મોરબીની યોગ આરાધના સંસ્થા દ્વારા ૯માં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૃદ્ધાશ્રમમાં વડીલોને યોગ કરાવવામાં આવ્યા હતા અને સ્વસ્થ અને નિરોગી રહેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

૯માં વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી સહિત સમગ્ર દેશ વિદેશમાં કરોડો લોકોએ યોગ કરીને ઉજવણી કરી હતી ત્યારે મોરબીમાં પણ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં યોગામાં PH.D ની ડીગ્રી પ્રાપ્ત કરનાર ડો. અલ્પાબેન ભટ્ટ અને ફિઝિયોથેરાપીસ્ટ ડો.રક્ષાબેન ના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમ ના ૬૦ જેટલા વૃદ્ધોને યોગ કરવામાં આવ્યા હતા તેમજ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે યોગ આરાધના ઈનસિટયુટ સંસ્થા દ્વારા ડોક્ટર્સ , વકીલો તથા ઉદ્યોગપતિઓને કપલ યોગા કરાવવામાં આવ્યા હતા અને યોગ દિવસે નિમિતે એક વૃક્ષ નો રોપો આપીને પર્યાવરણના જતન માટે પ્રોત્સાહિન અપાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!