મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યાલયમાં અનોખો શિક્ષણ ઉત્સવ યોજાયો હતો જેમાં શાળાના નવા સત્ર પ્રારંભ ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આસોપાલવ, ચીકુ, દાડમ, લીંબુ, બોરસલી કરંજ જેવા વિવિધ રોપા મળી કુલ ૨૦૦૦ જેટલા રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ હજુ બીજા ૨૦૦૦ જેટલા રોપા નું વિતરણ કરીને ૪૦૦૦ રોપા વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.