મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “મોરબી મસ્તી સ્ટ્રીટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધમાલ ગલી કાર્યક્રમનું તા.૨૮/૧૨/૨૦૨૫, રવિવારે સરદારબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો થી લઈને વૃદ્ધો માટે શેરી રમતોની મોજ માણવાની તક મળશે.
મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખું અને આનંદદાયક આયોજન “મોરબી મસ્તી સ્ટ્રીટ”ના નામે સરદારબાગ, સનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોને પોતાના બાળપણની મીઠી યાદોમાં પાછા લઈ જવાનો અને પરિવાર તથા મિત્રો સાથે આનંદની પળો માણવાનો છે. કાર્યક્રમમાં લંગડી, ધમાલ્યો ધોકો, કોથળા દાવ, લીંબુ-ચમચી, આંધળો પાટો, ભમરડો સહિતની પરંપરાગત શેરી રમતો રમાડવામાં આવશે.
બાળકો સાથે સાથે યુવાનો અને વૃદ્ધો પણ આ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે. કાર્યક્રમ તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૫, રવિવારે સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે અને તેમાં કોઈપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ રાખવામાં આવ્યો નથી. મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તમામ મોરબીવાસીઓને પરિવાર અને મિત્રમંડળ સાથે પધારી “મોરબી મસ્તી સ્ટ્રીટ”માં ધમાલ કરવાની ઉષ્માભરી અપીલ કરવામાં આવી છે.









