Tuesday, November 19, 2024
HomeGujaratટંકારાના ભૂતકોટડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો અનોખી પહેલ:જેમના જન્મદિવસ તેઓને યાદ નથી તેવા...

ટંકારાના ભૂતકોટડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો અનોખી પહેલ:જેમના જન્મદિવસ તેઓને યાદ નથી તેવા ૨૫ દાદીમાનો સમૂહ બર્થડે ઉજવાયો

જીવનની સંધ્યાકાળે લગભગ બધું જ ભૂલી જવાતું હોય છે. ત્યારે જન્મદિવસ કેવી રીતે યાદ રહે ? જિંદગીમાં ૭૦ કે ૮૦ વર્ષની પાનખર વીત્યા બાદ અચાનક જ કોઈ હેપી બર્થ ડે કહે તો કહેવું લાગે. ? મહિલા દિવસ નિમિત્તે ટંકારાના ભૂતકોટડા ગામમાં એક સાથે ૨૫ દાદીમાનો સમૂહ જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ભૂતકોટડા ગામમાં એક સાથે ૨૫ દાદીમાનો મહિલા દિવસ નિમિત્તે સમૂહ જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. વૃદ્ધ મહિલાઓનો સમૂહ જન્મદિવસ ઉજવવતા તેમની આંખો છલકી ઉઠી હતી.

૮ માર્ચને આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે શાળાના શિક્ષિકા ગીતાબેન એમ સાંચલા, ટંકારીયા સંચાલિત કંકણ ગ્રુપ અને ગીતાબેન દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 વર્ષથી ઉપરના ૨૫ દાદીમાના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તમામ વડીલ દાદીમાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વડીલો પ્રત્યે અત્યારથી જ લાગણી જન્મે તથા સારા સંસ્કારોનો સિંચન થાય તે માટેનો હતો. આ રીતે વડીલોનું સન્માન કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ડીપીઓ નમ્રતાબેન મહેતા, ગરચર સાહેબ, જારીયા સાહેબ, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી તેમજ મોરબીથી આમંત્રણને માન આપી ઇન્ડિયન લાયન્સ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો તેમના સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના કે.પી. ભાગિયા તેમજ સાથી મિત્રો તરફથી શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન તેમજ કંકણ ગ્રુપના બહેનો સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી, ગામના આગેવાનો વડીલો, યુવાનો અને બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!