મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે લોકો ટ્રાફિક નિયમનું પાલન ન કરે અને ખાસ વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરે તો ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની અમૂલ્ય જિંગદી પોતાની નહિ પરંતુ પરિવારની છે તેમ સમજાવી રક્ષા સૂત્ર બાંધી હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી….
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકો હેલમેટ પહેરે તે માટે અનોખી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં જો લોકો ટ્રાફિકના નિયમોનું ખુદ જ પાલન કરે તો તેની સલામતી અને ખાસ તો તેની ઘરે રાહ જોતો પરિવાર સુખી રહે, પણ લોકો ટ્રાફિકનું પાલન કરતા ન હોય અને ખાસ તો હેલ્મેટ પહેરતા જ ન હોય એટલે તેમની સલામતી ખાતર પોલીસે આજે એક અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
જેમાં હેલમેટ વગર નીકળતા લોકોને રક્ષાકવચ બાંધીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને માનવ જિંદગી કેટલી મૂલ્યવાન છે તેની સમજ આપી હતી અને ખાસ તો તેમની જિંદગી તેમની પોતાની નહિ પણ પરિવારની હોય તેવું સમજાવીને કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી.