મોરબીમાં કોઈક ના એડ્રેસ નો ઉપયોગ કરી બારોબાર દારૂ નું પાર્સલ મંગાવ્યું પાર્સલ કારખાને પહોંચતા કારખાનેદાર ચોંકી ઊઠ્યા
મોરબીમાં દારૂ મંગાવવાની અનોખી મોડ્સ ઓપરેન્ડી નો કારખાનેદાર ની જાગૃતતા ને કારણે પર્દાફાશ થયો છે જેમાં ટંકારા ના વિરપર ગામ પાસે એશિયન ફ્લેક્ષી પેક ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામે ફેકટરી ધરાવતા જીતેન્દ્રભાઈ રસિકભાઈ ગડારાના કારખાને ગઈકાલે બપોરે ૨ વાગ્યા આસપાસ એક પાર્સલ આવ્યું હતું જે પાર્સલ ડીલીવરી મેન કારખાનાના ચોકીદારને આપી ગયો હતો જે બાદ ચોકીદારે આ પાર્સલ કારખાના ના માલિકને આપ્યું હતું પરંતુ આ પ્રકારનું કોઈ પાર્સલ કે કોઈ ઓર્ડર કારખાના ના સ્ટાફ કે માલિક દ્વારા આપવામાં આવ્યો ન હતો પણ પાર્સલ પર ડીલીવરી એડ્રેસ તેમના જ કારખાનાનું હોય જેથી પાર્સલ ખોલીને ચેક કરવામાં આવતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો જોઈને ચોંકી ઉઠ્યા હતા જેથી કારખાનેદાર દ્વારા તાત્કાલિક પાર્સલ પહોંચાડનાર અવિનાશ કાર્ગોની ઓફિસે જઈ તપાસ કરી હતી જ્યાં જાણવા મળ્યું હતું કે પાર્સલ મંગાવનાર વ્યક્તિ પાર્સલ લેવા માટે અવિનાશ કાર્ગો ની ઓફિસે આવ્યો હતો પરંતુ ડોર ટુ ડોર ડીલીવરી હોય જેથી અવિનાશ કાર્ગો દ્વાર પાર્સલ આપવામાં આવ્યું ન હતું અને પાર્સલ સીધું એડ્રેસ પર પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ આ પાર્સલ લેવા આવનાર વ્યક્તિ સીસીટીવીમાં કેદ થઈ ગયો હોય જેથી સીસીટીવી ચેક કરતા તે વ્યક્તિ માળીયા મી. તાલુકા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ મિલન ફુલતરિયા (રહે.ઉમા ટાઉનશિપ મોરબી)વાળો હોવાનું જણાઇ આવ્યું હતું.
જેથી કારખાનેદાર દ્વારા તાત્કાલિક ટંકારા પોલીસને જાણ કરી હતી પોલીસે આખું પાર્સલ ખોલીને ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૬૦ બોટલ જેની કી.રૂ.૭૦,૦૮૦ મળી આવી હતી જેથી ટંકારા પોલીસે મિલન ઉર્ફે મિલકો ફુલતરિયા પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને આગાઉ આ રીતે કોના કોના એડ્રેસ નો દૂરઉપયોગ કરીને કેટલો દારૂ મંગાવ્યો છે એ આરોપી ઝડપાયા બાદ જ જાણવા મળશે.