મોરબીમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉજવણી દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે.
તે રીતે મોરબી ના ગ્રીનચોક વિસ્તારની વેરાઈ શેરીમાં પણ ‘સોની બજાર કા રાજા’ગણેશ મહોત્સવનું ધામેધુમે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન દરમિયાન રોજ બરોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ‘કોન બનેગા ચાણક્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને સાચા જવાબ આપનારા બાળકોને રોકડ રકમ આપી પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને પ્રોત્સાહન મળે અને જ્ઞાન વધે તેમજ જાહેર મંચ પરથી બોલવાના ડર જેને પીરોફોબિયા કહેવામાં આવે છે તે ડરને કાઢવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.