Sunday, October 26, 2025
HomeGujaratજલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબીના જલારામ ધામ ખાતે વડીલ વંદના કાર્યક્રમ...

જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબીના જલારામ ધામ ખાતે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબીના જલારામ ધામ ખાતે સાંજે ૪ કલાકે સમસ્ત લોહાણા સમાજ-મોરબીનો વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં લોહાણા સમાજના મોરબી માં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલો પ્રત્યે આદરભાવ પ્રગટ કરી આશિર્વાદ મેળવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી, જલારામ ધામ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા જણાવ્યા અનુસાર, મોરબી શહેરમાં છેલ્લા ૧ માસમાં લોહાણા સમાજના ૧૨ પરિવારના મોભીઓનું અવસાન થયું છે. તે તમામ પરિવારને મોરબી શ્રી લોહાણા મહાજન સહીતની સંસ્થાઓ સાંત્વના પાઠવે છે. તેમજ દરેક સદગતને શ્રધ્ધાંજલિ અર્પવાના હેતુસર મોરબી લોહાણા સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી સહીતની વિવિધ સંસ્થા દ્વારા વડીલ વંદના કાર્યક્રમ તા.૨૯-૧૦-૨૦૨૫ કારતક સુદ સાતમ જલારામ જયંતિની દીવસે બાપાના સાનિધ્યમાં બપોરે ૪ કલાકે જલારામ ધામ મોરબી ખાતે યોજવામાં આવશે. જે અંતર્ગત મોરબીમાં વસતા લોહાણા સમાજના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલોની વંદના દ્વારા તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે. સમાજના વડીલોએ જ્ઞાતિના વિકાસમાં પોતાનુ અમૂલ્ય યોગદાન અર્પણ કરેલ છે, જીવનની ઢળતી સંધ્યાએ તેમને વંદન કરવાએ જ્ઞાતિના બાળક તરીકેનું આપણુ કર્તવ્ય છે, જ્ઞાતિ પ્રત્યેની આ કર્તવ્યપરાયણા નિભાવવાના હેતુસર આ આયોજન કરવામાં આવશે. મોરબીમાં વસતા લોહાણા સમાજના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ભાઈઓ-બહેનો એ હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી) મો.૯૮૭૯૨૧૮૪૧૫, ⁠નરેન્દ્રભાઈ રાચ્છ (મંત્રી-શ્રી લોહાણા મહાજન-મોરબી) મો. ૯૪૨૮૨૭૭૬૯૪, ⁠હસુભાઈ પુજારા (પ્રમુખ-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી) મો. ૯૯૯૮૩૪૦૧૯૧, ⁠રમણીકભાઈ ચંડીભમર (ટ્રસ્ટી-શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી) મો. ૯૮૨૫૨૨૨૯૧૩, ⁠કીશોરભાઈ ચંડીભમર (અગ્રણી-જલારામ ધામ-મોરબી) મો. ૯૮૨૫૨૨૨૯૨૫, ⁠પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો. ૯૮૭૯૩૫૫૪૧૦, ⁠કીશોરભાઈ ઘેલાણી (અગ્રણી-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી) મો. ૯૪૨૮૨૮૦૧૭૦, ⁠અનિલભાઈ સોમૈયા (અગ્રણી-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી) મો. ૮૫૧૧૦૬૦૦૬૬, ⁠ભાવનાબેન સોમૈયા (પ્રમુખ-શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) મો. ૯૪૨૯૫૭૮૪૧૨ તથા ⁠ચંદ્રીકાબેન માનસેતા (અગ્રણી-શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) મો. ૯૭૨૬૭૯૫૨૬૭ ના વોટ્સએપ અથવા ટેક્ક્ષ્ટ મેસેજના માધ્યમથી તા.૨૭-૧૦ સોમવાર સુધીમાં તેમનું નામ, જન્મ તારીખ, સરનામુ તથા મો.નંબર જણાવવાનું રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!