મોરબી જિલ્લાના તંત્રની સાથે માળીયા મીં. નગરપાલિકા તંત્ર સંવેદનાના નામે શૂન્ય છે તેવું સાબિત કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.જેમાં એક અંધ વૃધ્ધ વરસાદના કારણે ભરાઈ ગયેલા પાણીને મહા મહેનતે પસાર કરતા નજરે પડી રહ્યા છે.આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ લોકો તંત્ર સામે અનેક સવાલો કરી રહ્યા છે.
ચોમાસા દરમિયાન માળીયા મિયાણાના અનેક વિસ્તારોમાં દુર્ગંધ યુક્ત પાણીનો ભરાવો થઈ ગયો છે.જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડે તેમ છે.ત્યારે આવા જ એક સ્થળ પરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.જેમાં એક અંધ વૃધ્ધ આ પાણીને કેટલું મુશ્કેલી વેઠી પાર કરી રહ્યા છે. તે દેખાઈ રહ્યું છે.ત્યારે આ રુંવાટા ઉભી કરી દેતી માળીયા નગરપાલિકાની વાસ્તવિકતા સામે આવી છે.ત્યારે હવે આ વિડીયો જોયા બાદ તંત્રનાં પેટનું પાણી હલકે કે પછી આંખ આડા કાન કરી ફરી સત્તાધીશો ગાઢ નિંદ્રામાં પોઢી જશે તે જોવાનું રહ્યું.
નોંધ:આ વિડિઓ શૂટ કરનાર જાગૃત નાગરિક એ પણ તંત્ર સુધી આ વ્યથા પહોંચે અને સમસ્યાનું કાયમી નિવારણ આવે અને ભવિષ્ય માં કોઈ પણ વ્યક્તિને આવી મુશ્કેલી ન વેઠવી પડે તે માટે વિડિઓ શૂટ કર્યો છે.