આજ કાલનું યુવાધન પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ની સંખ્યા વધારવા અથવા સીન સપાટા કરવા માટે બીજાના જીવજોખમ માં મુકતા જરા પણ અચકાતા નથી ત્યારે આવો જ એક કિસ્સો મોરબી માં સામે આવ્યો છે જેમાં મોરબીના ઝૂલતા પુલ નજીક આવેલ મયુરપુલ શહેરીજનો માટે હરવા ફરવા માટેનું મોરબીનું એકમાત્ર આશિર્વાદરૂપ સ્થળ છે જેમાં ઉનાળાના પ્રારંભની સાથે જ ગરમીથી કંટાળી હવા ઉજાસ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં જતા હોય છે. આ દરમીયાન બાળકો, વડીલો સહિતના અનેક શહેરીજનોની હાજરી વચ્ચે મયુર પુલ પર લોકોના ચાલવા માટે બનાવેલ ફૂટપાથ પર એક યુવાન બિન્દાસ ઘોડો ખેલવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
બળબળતા ઉનાળામા ગરમીથી રાહત મેળવવા રાત્રીના સમયે અસંખ્ય લોકો મયુરપુલની મુલાકાત લઈ હળવાશની પળો વિતાવવા હોય છે અને બાળકો પણ અનેક રમતોનો આનંદ લેતા હોય છે અને એનેક લોકો રોજ રાત્રે પુલ પર ચાલવા માટે પણ આવતા હોય છે અને પગપાળા ચાલતા લોકો માટે પુલ પર ફૂટપાથ બનાવેલ છે .જ્યારે આવા સમયે યુવાન ઘોડો લઈને પુલની ફૂટપાથ પર આડેધડ આંટા ઝીંકતો નજરે પડે છે. જે અંગેનો વીડિયો વાયરલ થયો છે આથી લોકોને બેસવાના સ્થળે ઘોડો ભૂરાયો થાય અને કોઈ વ્યક્તિને કે બાળકને ઇજા પહોંચાડે તો શહેરીજનોની સલામતી શુ? તે અંગે લોકોમાં સવાલો પેદા થયા છે.