જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ચોરવાડ નજીક મેઘલ નદીમાં એક અત્યંત દુઃખદ ઘટના બની, જેમાં ટંકારાના સેવાભાવી યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટના તારીખ 26 ઓગસ્ટ, 2025ના રોજ, મંગળવારે બની હતી. મૃતક બીપીનભાઈ રસીકભાઈ મહેમદાવાદિયા (મિસ્ત્રી) (ઉંમર 40 વર્ષ) તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા અને અબોલ જીવ પ્રેમી સેવાના ભેખધારી હતા. તે રસીકભાઈ નાગજીભાઈના પુત્ર હતા, તેમજ વેલકમ વેલ્ડિંગ વાળા વિજયભાઈ, શિલ્પાબેન અશ્વિનકુમાર કૈલા, હેતલબેન ભરતકુમાર ભારદિયા અને બીનાબેન વિશાલકુમાર પેશાવાડિયાના નાના ભાઈ હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ યુવક પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું.આજે ટંકારા ખાતે એમની અંતિમ યાત્રા યોજાઈ હતી.
સદગતનું બેસણું 29 ઓગસ્ટ, 2025ના રોજ, શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન દયાનંદ સરસ્વતી ગુરુકુલ, મહાલય ખાતે રાખવામાં આવ્યું છે.આ દુઃખદ ઘટનાએ પરિવાર અને સમાજમાં શોકની લાગણી ફેલાવી છે અને ટંકારાને ક્યારેય ન પુરાઈ તેવી ખોટ પડી છે.